તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Sunday, 2nd August 2026
વાંકાનેરના કોટડા નાયાણી ગામે તણાયેલા પિતા-પુત્રમાંથી 16 કલાક બાદ પણ પુત્રનો પત્તો નહીં
પાણીના વહેણ વચ્ચે રિક્ષા લઈને નીકળેલા પિતા પુત્ર રિક્ષા સાથે તણાયા હતા: ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો

મોરબી : ગઈકાલે વાંકાનેરના કોટડા નાયાણી ગામે પિતા પુત્ર તણાયા હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના 16 કલાક બાદ પણ તણાયેલ બાળકનો કોઈ પત્તો નથી મળ્યો. પાણીના વહેણ વચ્ચે રિક્ષા લઈને નીકળેલા પિતા પુત્ર રિક્ષા સાથે તણાયા હતા. ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પિતા શીરાનભાઈ કાતિયાર (ઉમર આશરે 35) નો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પુત્ર કાશીમ કાતિયાર (ઉમર 7) ની 16 કલાક બાદ પણ શોધખોળ યથાવત છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
