તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
માંગરોળના ઘેડ પંથકમાં વરસાદે વિરામ લીધો છતાં જળબંબાકારની સ્થિતિ યથાવત
સ્થાનિકોએ દર વર્ષે સર્જાતી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદી-નાળાઓનું ઊંડીકરણ કરવાની માંગ ઉઠાવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહી છે. મેખડી અને સામરડા સહિતના વિસ્તારોમાં ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ પરથી પાણી ઉતરી ગયું હોવા છતાં ખેતરોમાં ચારે તરફ સમુદ્ર જેવાં દૃશ્યો સર્જાયા છે. સ્થાનિકોએ દર વર્ષે સર્જાતી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદી-નાળાઓનું ઊંડીકરણ કરવાની માંગ ઉઠાવી છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
