<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો છતાં અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતાં સ્થિતિ દયનીય બની

ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે કિંમતી ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકસાન: રહીશો કલાકો સુધી જળબંબાકારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર

સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી પાણી ભરાયેલા રહેતાં સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે કિંમતી ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

  મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે. કલાકો સુધી જળબંબાકારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર બનેલા શહરીજનોમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી નિષ્ફળતાને કારણે વિસ્તારમાં આરોગ્ય અને સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો ઊભા થયા છે.

(9:03 PM IST)