News of Wednesday, 9th September 2026
સાંજે ધ્રોલમાં ભૂચરમોરી મેદાનમાં પૂનમબેનના હસ્તે લોકમેળાનો પ્રારંભ
શ્રાવણ વદ તેરસથી અમાસ સુધી મોજ-મનોરંજનની રમઝટઃ સીદી ધમાલ, દેવ પગલી અને હકાભાઈ ગઢવી મંચ ગજવશેઃ ચકડોળ, રાઈડ્સ અને ખાણીપીણીની હાટડીઓથી મેળો સજ્જઃ ધ્રોલ પંથકની જનતાને ઉમટી પડવા નગરપાલિકાનું ભાવભર્યુ નિમંત્રણ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૯: શૌર્ય અને બલિદાનની પવિત્ર ભૂમિ ગણાતા ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાન ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ભવ્ય ‘ભૂચરમોરી લોકમેળા'નો આજથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસની વદ તેરસ, ચૌદસ અને અમાસ એટલે કે તારીખ ૦૯ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ લોકમેળાને લઈને ધ્રોલ શહેર તેમજ સમગ્ર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષોની પરંપરા મુજબ યોજાતા આ મેળાનો વિધિવત ઉદ્ધાટન સમારોહ આજે બુધવારે સાંજે ૫:૦૦ કલાકે ભૂચરમોરીના મેદાનમાં યોજાશે, જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ વરદહસ્તે લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ડી. જીવાણી, ૭૬ કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, મહામંત્રીઓ કુમારપાલસિંહ રાણા, ભરતભાઈ દલસાણીયા, ભવાનભાઈ ચૌહાણ તેમજ ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન આર. કોટેચા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર અને ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ લીબાસીયા, જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ વૈશાલીબેન ચનિયારા, સહિતના રાજકીય-સામાજિક આગેવાનો અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
ધ્રોલ નગર પાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે લોકમેળાને વધુ આકર્ષક અને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મેળામાં આવતી જનમેદનીને લોકસંસ્કળતિ અને મનોરંજનનો અનોખો સંગમ માણવા મળે તે હેતુથી ત્રણેય દિવસ ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમોની હારમાળા ગોઠવવામાં આવી છે. જેમાં મેળાના પ્રથમ દિવસે એટલે કે આજે ૯ સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરની જાણીતી માલધારી રાસ મંડળી અને પોરબંદરની મેર રાસ મંડળી દ્વારા પારંપરિક રાસની રમઝટ બોલાવાશે, સાથે સાથે સીદીઓનું રોમાંચક અને વિશ્વવિખ્યાત ‘ધમાલ નળત્ય' રજૂ કરવામાં આવશે. મેળાના બીજા દિવસે તારીખ ૧૦ સપ્ટેમ્બરે લોકપ્રિય યુવા ગાયક દેવ પગલી અને તેમની સંગીત ટીમ ધૂમ મચાવીને જનતાને ડોલાવશે. જ્યારે મેળાના અંતિમ દિવસે તારીખ ૧૧ સપ્ટેમ્બરે શૌર્ય રસ, લોકસાહિત્ય અને અસ્સલ કાઠિયાવાડી હાસ્યના બાદશાહ એવા લોકકલાકાર હકાભા ગઢવી પોતાના અંદાજમાં ડાયરાની જમાવટ કરી સૌને મંત્રમુગ્ધ કરશે.
મેળાના મેદાનમાં સુરક્ષા અને સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આબાલ-વળદ્ધ સૌ કોઈ મન મૂકીને માણી શકે તે માટે મેદાનમાં ઊંચા આકાશી ચકડોળ, બ્રેક ડાન્સ, ટોરા-ટોરા સહિતની અવનવી રોમાંચક રાઈડ્સ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ અને બાળકો માટે ગળહઉપયોગી ચીજવસ્તુઓ, રમકડાં અને શણગારની વિવિધ હાટડીઓ સજાવાઈ છે, જ્યારે ખાણી-પીણીના શોખીનો માટે કાઠિયાવાડી સ્વાદિષ્ટ વાનગીઓ, આઈસ્ક્રીમ અને નાસ્તાના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઐતિહાસિક લોકમેળાનો ધ્રોલ શહેર, તાલુકો અને આસપાસના ગ્રામ્ય પંથકના તમામ નાગરિકો બહોળી સંખ્યામાં સહપરિવાર લાભ લે તે માટે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી ચેરમેન સુરેશજતી ગોસાઈ, ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા તેમજ સમગ્ર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને કર્મચારીગણ દ્વારા જાહેર જનતાને હાર્દિક અને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
