તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
જામનગરમાં ભેળસેળયુક્ત દૂધ સામે કોર્પોરેશન તંત્રની તવાઈ : 80 લીટર શંકાસ્પદ દૂધનો સ્થળ પર જ નાશ કરાયો*
વહેલી સવારે ફૂડ શાખાનું 45-દિગ્વિજય પ્લોટમાં સરપ્રાઈઝ ચેકિંગ, 10 સેમ્પલ લઈ લેબમાં મોકલાયા : ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનથી 51 નમૂનાની સ્થળ પર જ ચકાસણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ : શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દૂધના વેપારીઓ સામે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજે વહેલી સવારે સપાટો બોલાવ્યો હતો.
તા. 10 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે ફૂડ શાખા દ્વારા 45-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ટેમ્પો અને રિક્ષા મારફતે વિવિધ ડેરીઓમાં દૂધનો સપ્લાય કરતા વિક્રેતાઓને અટકાવીને તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે 2 એન્ફોર્સમેન્ટ અને 8 સર્વેલન્સ મળી કુલ 10 સેમ્પલ કબજે કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનની મદદથી સ્થળ પર જ 51 જેટલા દૂધના નમૂનાઓની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અંદાજે 80 લીટર દૂધ ભેળસેળયુક્ત અને શંકાસ્પદ જણાતા તંત્ર દ્વારા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મનપાની ફૂડ શાખાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવામાં આવશે નહીં અને શહેરમાં દૂધ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આવા સઘન ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
