News of Wednesday, 9th September 2026
સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા, પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છેઃ સ્કાયમેટ
જો કે સ્કાયમેટનો આ વર્તારો ‘જો અને તો' માં ખરો ઉતર્યે જ વાસ્તવિક ગણી શકાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. ખાનગી હવામાન સંસ્થા ‘સ્કાયમેટ' ના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત તેના નવા પૂર્વાનુમાનમાં જણાવે છે કે, આગામી તા. ૧ર થી ૧પ સપ્ટેમ્બર દરમ્યાન અન્ય રાજયોની સાથે ગુજરાતના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં, ચોમાસાની વિદાય પહેલા વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્્ભવેલ નવી સીસ્ટમ્સ ગુજરાતના છેક આ હિસ્સા એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા રાજયના પૂર્વ અને દક્ષિણ અર્થાત ગુજરાત રીઝનના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે. સ્કાયમેટનુ આ નવું પૂર્વાનુમાન, તેમાં કેટલીક વાસ્તવિકતા પણ છે. કારણ કે બંગાળની ખાડીની આ સીસ્ટમ્સ પヘમિ બંગાળ આસપાસ રાજયમાંથી દેશમાં એન્ટર નહીં થાય પણ દેશના નીચેના હિસ્સામાં ઉદ્્ભાવી, આગળ વધી ગુજરાત સુધી પહોંચશે.
પણ જો આ સીસ્ટમ્સ ડીપ્રેશન કે ડીપ ડીપ્રેશન કેટેગરી જેટલી મજબુત નહીં હોય તો રાજસ્થાન-ગુજરાતમાં વહેતા પヘમિી પવનો આ સીસ્ટમ્સને પ્રવેશવાથી અટકાવશે. જેમ કે હાલની સીસ્ટમ્સને ગઇકાલે આ પヘમિી પવનો એ અટકાવીને પાછી ઉત્તર પ્રદેશ તરફ વાળી દીધી હતી.
સ્કાયમેટનો મોન્સૂન વિડ્રો મોડુ થશે. એ બાબતે સહમત થઇ શકાય પણ બંગાળની ખાડીની સીસ્ટમ્સ મજબૂત નહીં હોય તો ગુજરાત રીઝનમાં વરસાદની સંભાવના શંકાના દાયરાની વાત ગણી શકાશે
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
