તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 5th November 2026
અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા.૫: અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક સૂર્યા ગાર્ડન, અમરેલી ખાતે યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની સૂચના તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ઙ્કદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા અને મયુરભાઈ માંજરીયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી પાર્થભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ સાગરભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, જિલ્લા ભાજપના અગ્રણી દિવ્યેશભાઈ વેકરીયા તથા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીઓ ભયલુભાઈ વાળા અને સંજયભાઈ લાખાણી સહિત જિલ્લા અને મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં બક્ષીપંચ સમાજના સર્વાંગી વિકાસ, સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા, સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તળત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવા અને સમાજલક્ષી પ્રવળત્તિઓને વેગ આપવા અંગે પ્રદેશ તથા જિલ્લા કક્ષાના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
