હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરના ડો. નૂતનબેન ગોકાણી દ્વારા રાજકોટમાં ‘‘મીટ્ટી કે ગણેશ'' મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ
૧૦ ઇંચથી ૪ ફૂટ સુધી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ઉપરાંત દોઢ ફૂટની ૬ કિલો વજનની ચોકલેટની ગણેશ મૂર્તિનું આકર્ષણઃ ચોકલેટ મૂર્તિ કૃત્રીમ રંગ અને કેમીકલ વિનાની છેઃ દૂધમાં વિસર્જન કરી શકાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ મહિલા તબીબ ડૉ. નૂતનબેન ગોકાણી દ્વારા રાજકોટના વિરાણી ચોક ખાતે આવેલા નાગર ર્બોડિંગના નીચેના હોલમાં માટીની ડિઝાઈનર ગણપતિ મૂર્તિઓનું પ્રદર્શન તા.૧૪ સુધી સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી યોજવામાં આવ્યું છે. શોખ અને શ્રદ્ધા સાથે ડો. નૂતનબેન દ્વારા એકથી એક ચડિયાતી રીતે મૂર્તિઓનો શણગાર કરવામાં આવે છે, જે રાજકોટવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
આ કાર્યમાં તેમની ટીમના કામિનીબેન સોની, રાજેશ ભાઈ સોની. જીગ્નેશભાઈ સોની અને સિદ્ધાર્થભાઈ ગોકાણી સહિતના સભ્યો વિવિધ જવાબદારીઓ સંભાળી સહયોગ આપી રહ્યા છે.
આ પ્રદર્શમાં ૧૦ ઇંચથી લઈને ૪ ફૂટ સુધીની વિવિધ કદની ગણપતિજીની મૂર્તિઓ ઉપલબ્ધ રહેશે. કામિનીબેન સોનીએ જણાવ્યું હતું કે, ગણપતિ ઉત્સવ દરમિયાન પર્યાવરણનું રક્ષણ થાય અને મૂર્તિના વિસર્જનથી નદી-તળાવમાં -દૂષણ ન ફેલાય તે હેતુથી મહારાષ્ટ્રની શાડુ માટીમાંથી બનાવેલી ગણપતિજીની મૂર્તિઓ લાવવામાં આવે છે. લોકોમાં પર્યાવરણ -ત્યે જાગળતિ ફેલાય તે હેતુથી છેલ્લા પાંચ વર્ષથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
દરેક ગણપતિજીની મૂર્તિને પોતાના હાથે શણગારતા ડો. નૂતનબેન ગોકાણી કહે છે કે, ‘‘ઈશ્વરનો શણગાર કરવાની તક મળે અને ત્યારબાદ આ મૂર્તિ કોઈના ઘરે ભાવપૂર્વક પૂજાય. તેનાથી રૂડું અને શું હોઈ શકે?''તેઓ ગણપતિ ઉત્સવના આશરે બે મહિના અગાઉ મહારાષ્ટ્રમાંથી મૂર્તિઓ લાવે છે. ત્યારબાદ વિવિધ રંગોના કાપડમાંથી તૈયાર કરેલા વષાો, હીરા-મોતીથી જડિત આભૂષણો, મુકુટ સહિતની વિવિધ સામગ્રીથી મૂર્તિઓનો શણગાર પોતાના હાથે કરે છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે દરેક મૂર્તિની આંખોની અભિવ્યક્તિ અને ચહેરાના હાવભાવ મનને સ્પર્શી જાય તેવા અદભૂત હોય છે.
આ વર્ષે શણગારેલી માટીની મૂર્તિઓ ઉપરાંત દોઢ ફૂટની, આશરે ૬ કિલો વજનની ચોકલેટની ગણેશ મૂર્તિ આકાર્યક છે.
ડો.ગોકાણી ના જણાવ્યા અનુસાર, આ ચોકલેટની મૂર્તિ પ્રિઝર્વેટિવ, કળત્રિમ રંગ કે કેમિકલ વગર તૈયાર કરવામાં આવી છે. તેનું વિસર્જન પણ દૂધમાં કરી શકાય છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપી શકાય. વધુ માહિતી માટે કામિનીબેન સોની મો.૬૩૫૧૬ ૩૩૧૮૯મો. ૯૯૦૯૧ ૫૯૩૧૪ અથવા ડૉ. નૂતનબેન ગોકાણી મો.૯૮૭૯૧ ૬૬૭૮૮ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
