તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ધાંગધ્રાના રામગઢ ગામે નર્મદાની કેનાલ ઉપર ભૂતિયો બ્રિજ બનાવ્યાનો ધડાકો
દસ વર્ષથી બનાવાયો છે પણ જર્જરીત થતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ખેડૂતોએ રજૂઆત કરતા અધિકારીઓએ જિલ્લા કલેકટરને કહયું કે બ્રિજ તો ભૂતિયો છે એ આપણા વિભાગ માંથી બનાવામાં જ નથી આવ્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯:સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ સ્વાગત કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ્પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને અરજદારોને બોલાવી અને તેમના પ્રશ્નો સાંભળી અને તેનો નિરાકરણ આવે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ના ધાંગધ્રા તાલુકાના રામગઢ ગામના ખેડૂત દ્વારા ં પોતાનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. મનસુખભાઈ નામના ખેડૂત દ્વારાઆવ્યો હતો અને પ્રશ્ન એવો હતો કે નર્મદા કેનાલ ઉપર બનાવવામાં આવેલો બ્રીજ છે તે જર્જરીત બની ગયો છે ત્યારે તેનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે.
નર્મદા વિભાગના પ્રશ્ન હોવાના કારણે નર્મદા વિભાગના ધાંગધ્રા વિસ્તારના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નર્મદા વિભાગના એન્જિનિયર દ્વારા આ અંગે જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે સર્વે નંબર ૪૫૦ ઉપર જે માઇનોર કેનાલ પસાર થઈ રહી છે તેના ઉપર ૧૫ ફૂટ નો બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ ૮ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ ઉપરથી ૧૦ થી વધુ ખેડૂતોના ખેતરમાં જવા આવવા માટેનો રસ્તો છે.
પરંતુ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવતા આ અંગે તપાસ કરવામાં આવી હતી ત્યારે માઇનોર ચેનલ ઉપર બનાવવામાં આવેલો આ બ્રિજ છે તે ભૂતિયો હોવાનું સામે આવ્યું હતું કોઈપણ પ્રકારના નર્મદા વિભાગ દ્વારા ટેન્ડર આપવામાં આવ્યું નથી કે કોઈ કોન્ટ્રાક એજન્સીને આ બ્રિજ બનાવવાની કામગીરી આપવામાં આવી નથી ત્યારે આ બ્રિજ ભુતિયો હોવાનો જવાબ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવતા જિલ્લા કલેક્ટર પણ ચોકી ઉઠ્યા હતા.
ે આ બ્રિજ કોના દ્વારા બંધાવવામાં આવ્યો અને કઈ એજન્સી દ્વારા ે નર્મદાની કેનાલ ઉપર બ્રિજ બંધાવવામાં આવ્યો તે દિશામાં તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે પરંતુ મોટી વાત એ છે કે માઇનોર કેનાલ ઉપર બ્રિજ બની જાય છે છતાં પણ ે આઠ વર્ષથી તેની કોઈપણ પ્રકારની જાણકારી નથી
હજુ પણ જિલ્લાની નર્મદાની કેનાલો ઉપર આવા કેટલા ભુતીયા બ્રિજ છે તે એક સવાલ ઊભો કરી રહ્યું છે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
