તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ભાવનગર જિલ્લાના મહુવામાં ડુંગળીના ડીહાઈડ્રેશન પ્લાન્ટની આડમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : 6 શખ્સો રંગેહાથ પકડાયા
હરિપરા રોડ પર કેપ્ટન ફૂડ ડીહાઈડ્રેશન પ્લાન્ટના પાછળના રૂમમાં બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લીકેટ વિદેશી દારૂનું ઉત્પાદન, ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી

ભાવનગર, તા.16 : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગરના મહુવા તાલુકામાં બુટલેગરોની ચોંકાવનારી કરામત સામે આવી છે. મહુવાના હરિપરા રોડ પર આવેલા કેપ્ટન ફૂડ ડીહાઈડ્રેશન પ્લાન્ટના પાછળના રૂમમાં ડુંગળી પીલવાના કારખાનાની આડમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી ઝડપી પાડવામાં આવી છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી, જ્યાં દારૂ બનાવતા સમયે જ 6 શખ્સોને રંગેહાથ દબોચી લેવાયા છે. ડુપ્લીકેટ વિદેશી દારૂનું ઉત્પાદન કરી બ્રાન્ડેડ બોટલોમાં મિક્સિંગ કરવામાં આવતું હતું.
મહુવા તાલુકાના ગુંદરણી ગામે આ ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે અને જેલહવાલે કર્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો હવે ડુપ્લીકેટ દારૂ બનાવીને પ્રજાના આરોગ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહુવા સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ધરાવે છે અને અહીં 120 ડીહાઈડ્રેશન પ્રોસેસિંગ યુનિટ્સ કાર્યરત છે. ડુંગળીને ફ્લેક્સ, પાવડર અને ગ્રેન્યુલ્સમાં પ્રોસેસ કરી વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
