<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ફાકીના બાકી રાખેલા રૂા. ૨૦ માંગતા વાંકાનેરના જાંબુડીયા ગામના સોમાભાઇ પર ધોકાથી હુમલો

ગામના જ વિક્રમે દૂકાને આવી ઘા કરી લીધાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૧: વાંકાનેરના જાંબુડીયા ગામે રહેતાં અને ગામમાં પાન ફાકીની દુકાન ચલાવતાં પ્રોૈઢ બાકી નીકળતા ફાકીના વીસ રૂપિયાની ઉઘરાણી કરતાં ગામના જ એક શખ્‍સે ધોકાથી માર મારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ જાંબુડીયા (વીડી) ગામે રહેતાં સોમાભાઇ અમરશીભાઇ સીતાપરા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ સાંજે સાડા સાતેક વાગ્‍યે પોતાની બસ સ્‍ટેશન પાસે આવેલી દૂકાને હતાં ત્‍યારે ગામના જ વિક્રમ ધનાભાઇ કાંજીયાએ આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં દકોરો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં સોમાભાઇને છોડાવ્‍યા હતાં. વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર પોલીસને જાણ કરાઇ હતી.

સોમાભાઇને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટા છે. તેના કહેવા મુજબ વિક્રમ અગાઉ ફાકી ખાઇ ગયો હોઇ તેના રૂા. ૨૦ બાકી રાખી ગયો હતો. સાંજે તે દૂકાન પાસે આવતાં મેં આ પૈસાની ઉઘરાણી કરતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(1:07 PM IST)