<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી વાર્ષિક પુણ્‍યતિથીએ રાજયભરમાં સેવા કાર્યોનો ધમધમાટ

જામકંડોરણામાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયોઃ જામકંડોરણામાં વિઠલભાઈ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમર્પિત એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કારાયું

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૯: સૌરાષ્‍ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા,જેમને જીવન રામ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમપિત કયુ હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોક સેવાના કાયો કયા હતા આવા મહાન વિરલ વ્‍યક્‍તિત્‍વ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી વાષિક પુણ્‍યતિથિએ સૌરાષ્‍ટ્ર તેમજ ગુજરાત રાજય અને રાજયની બહાર અનેક સ્‍થાનો પર વિવિધ સંસ્‍થાઓ તેમજ લોકો દવારા મહારક્‍તદાન કેમ્‍પ,સવરોગ નિદાન કેમ્‍પ, બટુક ભોજન,સ્‍કૂલોમાં બાળકોને ચોપડા તથા સ્‍ટેશનરી કિટ વિતરણ, ગૌશાળામાં નિરણ તથા લાડુ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ ગૌમાતાને ખોળદાન તથા નિરણ ખવડાવી સ્‍વ.વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી સેવા કાર્યોની શુભ શરૂઆત કરી હતી કન્‍યા વિધાલય વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રક્‍તદાતાઓ, તાલુકાભરના આગેવાનો અને લોકોની ઉપસ્‍થિતિમાં વિઠ્ઠલભાઈ રાદડીયાના પિતાશ્રી હંસરાજબાપા રાદડીયા તથા જયેશભાઈ રાદડીયા તેમજ આગેવાનોએ સ્‍વ.વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાને દિપ પ્રાગટય કરી પુષ્‍પાંજલી અર્પણ કરી સર્વરોગ નિદાન કેમ્‍પ અને મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો તેમજ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા લોકસેવામાં સમર્પિત આઈ.સી.યુ.સુવિધા સાથેની એમ્‍બ્‍યુલન્‍સનું વિઠ્ઠલભાઈ રાદડીયાના પિતાશ્રી હંસરાજબાપા રાદડીયાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું આ કેમ્‍પમાં જયેશભાઈ રાદડીયા, રાજુભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, અશોકસિંહ વાઘેલા, ચંદુભા ચૌહાણ, ગૌતમભાઈ વ્‍યાસ, ખીમજીભાઈ બગડા, ધનજીભાઈ બાલધા, મોહનભાઈ કથીરિયા, કરણસિંહ જાડેજા, હરસુખભાઈ પાનસુરીયા, લીલાધરભાઈ ભંડેરી, સંજયભાઈ બોદર, વિનુભાઈ રાદડીયા સહિતના આગેવાનો સરપંચો, સહકારી આગેવાનો, સામાજીક અગ્રણીઓ, યુવાનો તેમજ મોટી સંખ્‍યામાં રક્‍તદાતાઓએ હાજરી આપી હતી. સર્વરોગ નિદાન કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોએ હાજરી આપી દર્દીઓને તપાસી વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવી હતી. જામકંડોરણા તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ સંસ્‍થાઓ તેમજ લોકો દ્વારા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી શાળાના બાળકોને બટુક ભોજન, શૈક્ષણિક કિટ વિતરણ, ચોપડા વિતરણ કરી વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્‍ધાંજલી અર્પી હતી. તેમજ રાજકોટ, સુરત, તામીલનાડુ, મુંબઈ અરવલ્લી, જામનગર, અંકલેશ્વર, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભચાઉ, ભરૂચ, દ્વારકા, ધોરાજી, ઢોલરા, ટંકારા, જસદણ, વિરપુર, કેશોદ, જુનાગઢ, કાલાવડ, જેતપુર, તાલાળા, અરણીયાળા, ઝાલણસર, ખામટા, ચુડા, કાલસારી, વીરવા, વેરાવળ (શાપર) રેશમડીગાલોળ દેવકીગાલોળ-દેરડી, ઉમરાળી, અમરનગર, ભેડા પીપળીયા, જેપુર, થાણાગાલોળ, અકાળા, સમઢીયાળા (ગીર),ગળપાદર, વડીયા, ઉપલેટા, મેટોડા, ગોંડલ, મેવાસા, જાંબુડી, કેરાળી, કાગવડ, માખીયાળા, ડેડરવા, દેવકીગાલોળ, જેપુર, ખેરડી, મોટા મવા, રતનપર, રબારીકા, પીઠડીયા, મોટા ગુંદાળા, ખીરસરા, સેલુકા, સ્‍ટેશનવાવડી, ચાંપરાજપુર, વાળા ડુંગરા, રૂપાવટી, પાંચપીપળા, પ્રેમગઢ, પેઢલા, પીપળવા, બાવાપીપળીયા, ખારચિયા, ખજુરી ગુંદાળા, જેતલસર, મોણ પર, હરીપર સહિતના શહેરો અને ગામોમાં મહારક્‍તદાન કેમ્‍પ, બટુક ભોજન, શાળાના બાળકોને સ્‍ટેશનરી કિટ વિતરણ, ગાયોને નિરણદાન સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

(11:05 AM IST)