હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ 'ઘુડખર અભયારણ્ય' પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું : દુર્લભ ઘુડખરની વસ્તી વધીને ૭,૬૭૨ પર પહોંચી
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને બજાણા પંથકમાં પ્રવાસીઓ તા. ૧૪ જૂન સુધી રણની રોમાંચક સફર માણી શકશે : ગત વર્ષે ૨૫,૦૦૦થી વધુ પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત

સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ 'ઘુડખર અભયારણ્ય' પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વૈશ્વિક સ્તરે વિશિષ્ટ ઓળખ અપાવતા આ અભયારણ્યમાં ઘુડખરની ચપળ દોડ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની અદ્ભુત ક્ષમતા તેને અન્ય વન્યજીવોથી તદ્દન અલગ પાડે છે. વન વિભાગના સતત અને સફળ પ્રયાસોના પરિણામે અહીં દુર્લભ ઘુડખરની સંખ્યા વધીને હવે ૭,૬૭૨ જેટલી થવા પામી છે.
મુખ્ય આકર્ષણો અને પ્રવાસીઓનો ઉત્સાહ:
આ અભયારણ્ય આગામી તા. ૧૪ જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે, જ્યાં આવનારા સહેલાણીઓ રણની રોમાંચક સફરની સાથે ઘુડખર, રંગબેરંગી યાયાવર પક્ષીઓ તેમજ અનોખી જૈવવિવિધતાના દર્શન કરી શકશે. ખાસ કરીને અહીં ઘુડખર ઉપરાંત વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ (રણ શિયાળ) જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે, જે વન્યજીવ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.
ઉલ્લેખનીય છે કે, પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓમાં આ સ્થળ પ્રત્યેનો ઉત્સાહ ઉત્તરોત્તર વધી રહ્યો છે. ગત વર્ષે આ અભયારણ્યની મુલાકાતે ૨૫,૦૦૦થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં ૧,૦૦૦ કરતાં વધુ આંતરરાષ્ટ્રીય (વિદેશી) પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ સિઝનમાં પણ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી પૂરી સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
