હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
આર્થિક સંકડામણથી ખેડૂતનો આપઘાત : જુઓ વિડીયો
જોડીયા તાલુકાના વાવડી ગામના હેમતભાઇ હરિભાઇ મકવાણાએ મોત મીઠું કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૦: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના વાવડી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે.
વાવડી ગામના ૪૭ વર્ષીય ખેડૂત હેમંતભાઈ હરિભાઈ મકવાણાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાથમિક વિગતો અનુસાર, ખેતી સાથે સંકળાયેલા હેમંતભાઈ મકવાણા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે વધુ વિગતો અને પોલીસ તપાસની માહિતી મળવાની બાકી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
