તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd November 2026
મોરબીથી ખેડુત નેતા, કોંગ્રેસ અગ્રણી મહેશભાઇ રાજકોટિયા દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩: ઈન્ડિયા ગઠબંધન રવિવાર તા ૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીનું આયોજન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે અને તળણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા સહિતના વિપક્ષોના આગેવાનો સહિતના કાર્યકરો મહારેલીમાં જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો વોટ બચાઓ દેશ બચાઓ મહારેલીમાં મોરબીથી કોંગ્રેસ અને ખેડૂતના આગેવાન મહેશભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમભાઈ મન્સુરી પહોચ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે આ મહારેલીમાં સવાલો કરવામાં આવેલ છે અને મતદાર યાદીઓની પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને વોટ ચોરીના આક્ષેપો કરીને વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કમરતોડ મોંઘવારી રોકવા માટેની અને લોકશાહી તેમજ બંધારણ બચાવવા માટેની માંગ કરી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
