<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં ૧૦ ગામોના ખેડૂતોની જનમેદની ઉમટશે : કાલે કાર, બાઈક અને ટ્રેક્ટરની વિશાળ સંયુક્ત રેલી યોજાશે

"એકતા જ શક્તિ છે - ખેડૂતો એક થશે, તો જ હક્ક મળશે" ના નારા સાથે ખીરઈ, પંચવટી, વાઘરવા, માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર, ભારતનગર, અર્જુનનગર અને ચીખલીના ખેડૂત ભાઈઓને જોડાવા જાહેર અપીલ કરાઈ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : જેતપર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ધરતીપુત્રો દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં કાલે તારીખ ૪/૭/૨૦૨૬ ને શનિવારના રોજ આસપાસના વિસ્તારોના ખેડૂતો દ્વારા એક વિશાળ અને ભવ્ય કાર, બાઈક તેમજ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કૂચ આંદોલનકારીઓને નૈતિક અને સંગઠિત ટેકો પૂરો પાડશે. આ આંદોલનના સત્તાવાર સમર્થનમાં કુલ ૧૦ ગામોની સંયુક્ત રેલી યોજાનાર છે, જે વિવિધ માર્ગો પરથી પસાર થઈને સાંજે ૪:૩૦ વાગ્યે જેતપર ખાતે આવી પહોંચશે.

 ૧૦ ગામોના ખેડૂતો વાહનો સાથે રેલીમાં જોડાશે:

આ આયોજિત ભવ્ય રેલીમાં આસપાસના મહત્વના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખીરઈ, પંચવટી, વાઘરવા, માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર, ભારતનગર, અર્જુનનગર અને ચીખલી સહિતના વિવિધ ગામડાઓના ખેડૂતો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાશે. આ તમામ ગામોના ખેડૂતો પોતાના ટ્રેક્ટરો, કાર અને બાઈક સવાર થઈને એક જ સમયે જેતપર તરફ કૂચ કરશે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.

 "ખેડૂતો એક થશે, તો જ હક્ક મળશે" ના નારા સાથે અપીલ

આંદોલન સમિતિ અને અગ્રણીઓ દ્વારા "એકતા જ શક્તિ છે - ખેડૂતો એક થશે, તો જ હક્ક મળશે" ના બુલંદ નારા સાથે તમામ ખેડૂત ભાઈઓને પોતાની પડતર માંગણીઓ અને અધિકારોની લડત માટે આ રેલીમાં મોટી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ સંયુક્ત રેલીને પગલે જેતપરમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(8:35 PM IST)