News of Thursday, 21st May 2026
માણાવદર તાલુકાના ૫૬ ગામના ખેડૂતો ડિઝલ લેવા લાઈનો લાગી
શહેરના પેટ્રોલ પંપ ખોટકાતા તમામ લોકો હેરાન પરેશાન થયા છે :ખાનગીમાં બોલબાલા હોવાની શંકા વ્યક્ત કરતા ખેડૂતો?

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૨૧: માણાવદર માં ફરી એકવાર કોરોના કાળ ની યાદ આપવી દે તેવી લાઈનો લાગી છે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા અસંખ્ય ખેડૂતો ઉમટી પડતા જોવા મળ્યા હતા તેમાં શહેર માં પેટ્રોલ પંપ ખોટકાતા ડીઝલ મળતું બંધ થયું હતું
ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં ડીઝલ જથ્થો ફાળવે અને ખેડૂતો ને લાઈન માં ઊભા રહેવા માંથી બચાવે ખેડૂતો ખેતી કરે કે ડીઝલ લેવા લાઈન માં ઊભે જો ડીઝલ લેવા ઊભે તો ખેતી કોણ કરશે? એક બાજુ ચોમાસું આવી ગયું સમજો ખેતર નવા પાક માટે ત્યાર કરવું પડે છે તેની સામે જરૂરી ડીઝલ જથ્થો મળતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે ડીઝલ ન વાંકે હાલ આધુનિક ખેતી ટ્રેક્ટરોથી કેમ કરવી ? ટ્રકોમાં ફુ મળે તો ખેડૂતોને લાઈન મળવું જોઈએ.
ડીઝલ વિના તમામ મશીનરી બંધ થઈ જાય છે ટ્રેકટર, ડીઝલ ખેતી મશીન જેવા સાધનો ચાલી શકે તેમ નથી જો આ જથ્થો ફાળવે નહીં તો સીધી ખેતી પાક ઉપજ ઉપર અસર થશે માટે ખેડૂતો સહિત તમામ લોકો ઇચ્છે છે કે પૂરતો જથ્થો ફાળવે તેમજ કળત્રિમ તંગી ઉભી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
