<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

હળવદના બ્રાહ્મણી ડેમ 2 માંથી 7 ગામના ખેડૂતોએ પિયત માટે પાણીની માંગ

વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર: પાણી નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો

મોરબીના હળવદના બ્રાહ્મણી ડેમ 2 માંથી 7 ગામના ખેડૂતોએ પિયત માટે પાણીની માંગ કરી છે, વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર હોઈ,  પાણી નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોએ રજુઆત કરી છે  ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા, દેવળીયા સહિતના ગામોના લોકોએ પાણી માટે રજુઆત કરાઈ છે .

(8:09 PM IST)