તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો
જામજોધપુરના મોટી ગોપ ગામે પવન સાથે વરસાદ વરસ્યો: લાલપુરના ભણગોર ગામમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કમોસમી વરસાદને કારણે ખેતીપાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની આશંકા છે. માવઠાને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ચિંતા સતાવી રહી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
