હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભેંસાણ અને વિસાવદર તાલુકામાં એક ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતા વધી :ખેતરોમાં પાથરેલી મગફળી પલળી ગઈ
મહામહેનતે તૈયાર કરેલો પાક પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન:પશુઓ માટે એક્ઠો કરેલો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો

જુનાગઢ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. પહેલા અપૂરતા વરસાદે ખેડૂતોને રડાવ્યા અને હવે માવઠાનો માર ખેડૂતોની કમર તોડી રહ્યો છે. ભેંસાણ અને વિસાવદર તાલુકામાં એક ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાથરેલી મગફળી પલળી ગઈ છે. આ તરફ સોયાબિનના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. એટલુ જ નહીં પશુઓ માટે એક્ઠો કરેલો ઘાસચારો પણ પલળી ગયો છે. આ તરફ ખેડૂતો પણ જુનાગઢને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્ય છે. હાલ તહેવાર ટાણે આવેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે નુકસાનીનું વળતર આપવાન માગ કરી રહ્યા છે.
ગઈકાલે ભેસાણ અને વિસાવદર પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યયો હતો. જેના કારણે ખેતરોમાં પાથરેલી મગફળી વરસાદી પાણીમાં પલળી ગઈ છે. મહામહેનતે તૈયાર કરેલો પાક પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. બીજી તરફ પશુઓ માટે એક્ઠો કરેલો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ લાચાર ધરતીપુત્રો સરકાર સામે સહાયની આશા રાખીને બેઠા છે. તેઓ સરકારને સવાલ કરી રહ્યા છે કે અન્ય જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા તો જુનાગઢને કેમ નહીં. હજુ પણ વરસાદી માહોલ યથાવત્ છે જો વધુ વરસાદ પડશે તો ખેતરમાં પડેલી મગફળી વધુ પલળશે અને ખેડૂતોના હાથમાં કંઈ નહીં બચે.
ખેડૂતોની હાલ એક જ માગ છે કે ભેંસાણ પંથકમાં તાત્કાલિક નુકસાનીનો સરવે કરવામાં આવે, પાક અને ઘાસચારાને થયેલા નુકસાનનું મૂલ્યાંક કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. કારણ કે કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
