<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાના પ્રારંભે માવઠુઃ ખેડૂતોની માઠી

કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકને નુકશાન : એક તો પુરતો વરસાદ ન વરસ્‍યો અને પાક તૈયાર થયો ત્‍યાં કમોસમી વરસાદ ચોમાસાની જેમ તૂટી પડતા મુશ્‍કેલી સર્જાઇ

તસવીરમાં ધોરાજી, જસદણ, ગોંડલ, જેતપુર સહિત જુદા-જુદા વિસ્‍તારોમાં પડેલ વરસાદની તસ્‍વીર. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ (ધોરાજી),કરશન બામટા (આટકોટ) ચંદ્રેશ (હિરાણી મોટી પાનેલી)  

રાજકોટ, તા.૩૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર કચ્‍છમાં ધીમે પગલે (શિયાળાનું આગમન થઇ રહયુ છે અને આવા સમયે અચાનક હવામાનમાં પલ્‍ટો આવતા ગઇકાલે અનેક જગ્‍યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક પલળી જતા મુશ્‍કેલી સર્જાય છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,: ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોરાજી શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો ધોરાજીમાં વરસાદ શરૂ થતા લોકો ને ગરમીથી રાહત મળી હતી લાંબા વિરામ બાદ ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો ધોરાજીના ભૂખી તોરણીયા મોટી પરબડી સહિતના ગામમાં વરસાદ પડયો હતો. વરસાદને કારણે ખેતરમા઼ તૈયાર થઇ ગયેલ કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા પાકને નુકસાનની ભીતિ છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ જસદણઃ જસદણ પંથકમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને સાણથલી સહિતના ડોડીયાળા સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ વરસ્‍યો હતો. અચાનક વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો હતો.

હાલ ખેતરોમાં વિવિધ પાક તૈયાર થઈ રહ્યા છે ત્‍યારે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. જો વધુ વરસાદ વરસશે તો ખેતીના પાકને મોટું નુકસાન થઈ શકે તેવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(11:32 AM IST)