<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામમાં નર્મદા કેનાલમાંથી પાણી આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી

ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અંદાજે 150 વીઘાથી વધુ જમીન જળબંબાકાર થઈ ગઈ:ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામમાં નર્મદા કેનાલમાંથી પાણી આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અંદાજે 150 વીઘાથી વધુ જમીન જળબંબાકાર થઈ ગઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની માંગ કરી છે જેથી તેમનો પાક બચાવી શકાય.

(11:58 PM IST)