News of Thursday, 16th July 2026
મોરબીના જેતપર ગામના ખેડૂતોએ MRC કમિટીના પ્રતિનિધિ બનાવવા કર્યો ઇનકાર: રાત્રે રાસ ગરબા કાર્યક્રમ.
ખેડૂતોની માંગણી મુજબ સરકાર નવો ઠરાવ બનાવે તેનો ખેડૂતો અભ્યાસ કરશે જો યોગ્ય હશે તો જ આગળની કાર્યવાહી ખેડૂતો કરવા તૈયાર થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ ૩ માં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી પરિપત્ર માન્ય નથી તેવો જવાબ આપી દીધો હતો જોકે જીલ્લા કલેકટર દ્વારા MRC કમિટી કામગીરી અને ખેડૂતોના પ્રતિનિધિ નિમણુકની વાત કરી હતી અને આજે તલાટી મંત્રી જેતપર ગામે ગયા હતા જ્યાંખેડૂતોએ પ્રતિનિધિ બનાવવા તૈયાર નથી અને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
જેતપર ગામે રેવન્યુ તલાટી આજે ગયા હતા અને તલાટીને ગામમાં હાજર ખેડૂતોને ટ્રાન્સમિશન લાઈન પસાર થતા જેતપર ગામમાં લીસ્ટમાં સામેલ ખેડૂતોની જમીનમાં ટાવર બેઝ અને કોરીડોર હેઠળની જમીનનું નુકશાની બાબતે જમીનની બજાર કીમત નિયત કરવા સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ કામગીરી કરવા તા. ૧૬ ના રોજ ખેડૂતો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવને માન્ય ઠરાવવામાં આવ્યો ના હતો ઉપરાંત કલેકટરને તા. ૧૪ ના રોજ ખેડૂતોએ કરેલી રજૂઆત મુજબ સુધારા ઠરાવ આવેદન સાથે ખેડૂતોની માંગણી મુજબ સરકાર નવો ઠરાવ બનાવે તેનો ખેડૂતો અભ્યાસ કરશે જો યોગ્ય હશે તો જ આગળની કાર્યવાહી ખેડૂતો કરવા તૈયાર થશે જેતપર ગામના ખેડૂતોએ MRC કમિટીના પ્રતિનિધિ બનાવવા તૈયાર નથી અને અત્યારે કોઇપણ ખેડૂતો સહી કરવા તૈયાર નથી
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
