News of Monday, 13th July 2026
ખેડુત આંદોલનઃ કારૂભાઈ અમૃતિયાના ક્રશર પ્લાન્ટમાં દરોડાની ઘટનાને વખોડતી ખેડૂત સમિતિ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૩: જેતપરમાં ખેડૂતોના હક અને ન્યાય માટે ૧૯ દિવસના ઉપવાસ કરનાર ખેડૂત આગેવાન કારૂભાઈ અમળતિયાના ક્રશર પ્લાન્ટ પર રવિવારના રોજ ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને ખેડૂત સમિતિએ વખોડી કાઢી છે.
ખેડૂત સમિતિએ આક્ષેપ કર્યો છે કે સરકાર શાંતિપૂર્ણ રીતે ચાલતા ખેડૂત આંદોલનને કચડી નાખવા માટે ડર અને દબાણની રાજનીતિ પર ઉતરી આવી છે. પોતાના હક માટે અવાજ ઉઠાવતા આંદોલનકારીઓને દબાવવા માટે આ હિટલરશાહી વલણ અપનાવવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચીમકી આપી છે કે આવી ડરામણી નીતિથી કારૂભાઈ અમળતિયા કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત ઝૂકશે નહીં અને પીછેહઠ પણ કરશે નહીં. સરકાર આંદોલન તોડવાના ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ આ આંદોલન હવે વધુ મજબૂત બનશે. ગુજરાતના તમામ ખેડૂતો આ લડતમાં કારૂભાઈ અમળતિયાની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. ખેડૂતોએ સરકારને દબાણની નીતિ પડતી મૂકીને હકની માંગણીઓ વહેલી તકે પૂરી કરવા અપીલ કરી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
