<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ખેડુત આંદોલન પાર્ટ-૩, બીજા દિવસે ૧૨ જીલ્લાના ખેડૂતોની મિટિંગ : સરકારનો પરિપત્ર લોલીપોપ સમાન, રાજસ્‍થાન જેમ ચાર ગણુ વળતર આપો

હાલમાં ખેડૂતો સરકાર હટાવવા અકત્રિત થયા નથી, જો પૂરતું વળતર નહી મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહી!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૦:  મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ ૩ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, વડોદરા સહિતના ૧૨ જિલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવવામાં આવ્‍યા હતા અને વિશાળ સંખ્‍યામાં ખેડૂતોની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદોલન કરવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં માટેના સૂચનો મેળવવામાં આવ્‍યા હતા.

મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્‍યું છે જેના ભાગરૂપે સૌરાષ્‍ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્‍યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્‍ચારી રહ્યા છે. દરમ્‍યાન ગુરુવારે રાતે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે અને તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્‍યો છે અને જે રીતે રાજસ્‍થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જોઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્‍યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્‍યા હતા હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્‍યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્‍યએ આપી હતી.   

(11:58 AM IST)