<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

કચ્છના અંજાર અજાપર વચ્ચે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ આશાસ્પદ યુવકોનાં કરુણ મોત :પ્લાયવુડ ફેક્ટરી પાસે બેકાબૂ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

ત્રણ આશાસ્પદ યુવકોનાં એકસાથે મોતના સમાચારથી અજાપર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી : ત્રણ યુવાનોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું : સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  કચ્છના અંજાર તાલુકાના અજાપર ગામ નજીક પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક પર સવાર ત્રણ યુવકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, અજાપર ગામ નજીક આવેલી પ્લાયવુડ ફેક્ટરી પાસે એક બેકાબૂ ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય યુવકોને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમના કરુણ મોત નીપજ્યાં હતાં. ત્રણ આશાસ્પદ યુવકોનાં એકસાથે મોતના સમાચારથી અજાપર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. એક જ અકસ્માતમાં ત્રણ યુવાનોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

(1:02 PM IST)