<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

સુરેન્દ્રનગરના દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણમોત

એછવાડા બસ સ્ટેન્ડ પાસે એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી :અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય

સુરેન્દ્રનગરના દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યાં છે.

 

મળતી માહિતી અનુસાર દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ પાસે એક ટ્રકે સવારના સમયે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જો કે અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક તંત્ર તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આ અકસ્માત પહેલો નથી. આ પ્રકારનો અકસ્માત થોડા દિવસ પહેલા પણ થયો હતો. જેમાં ટ્રેલરની અડફેટે 3 લોકોના મોત થયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બેફામ ભારે વાહનો રસ્તા પર જતા હોવાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો હોવાનું પણ જણાવ્યું છે. . વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે હાઈવે પર કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી છે. હાલ પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:07 PM IST)