<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

દસાડા તાલુકાના એછવાડા બસ સ્‍ટેન્‍ડ પાસે ગમખ્‍વાર અકસ્‍માતઃ ટ્રક-રિક્ષા ટક્કરથી ૩ ના મોત

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૫ દિવસમાં બીજી વાર સર્જાયો અકસ્‍માતઃ સ્‍થાનિકોએ ભારે વાહનો પર કડક નિયમોની માંગ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: સુરેન્‍દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા બસ સ્‍ટેન્‍ડ નજીક મોડી રાત્રે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્‍ચે જોરદાર ટક્કર થતા રિક્ષામાં સવાર ૩ લોકોના ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યા હતા.

મળતી માહિતી મુજબ સવારના સમયે એછવાડા બસ સ્‍ટેન્‍ડ પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. અકસ્‍માતની જાણ થતા જ આસપાસના લોકો અને સ્‍થાનિક તંત્ર તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવ્‍યું હતું.

અકસ્‍માતમાં મળત્‍યુ પામનારામાં ટુવડ ગામના મેહુલભાઈ પટેલ, બળદેવભાઈ ઠાકોર અને કિરણભાઈ સિંધવનો સમાવેશ થાય છે. ત્રણેય મળતદેહોને પોસ્‍ટ મોર્ટમ અર્થે પાટડી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હતા.

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આ વિસ્‍તારમાં ભારે વાહનોના અકસ્‍માતનો સિલસિલો યથાવત છે. આ પહેલા ૧૫મી જૂને કઠાડા પાસે ટ્રેલરની અડફેટે આવતા ૩ લોકોના મોત થયા હતા. વારંવાર સર્જાતા અકસ્‍માતોને પગલે સ્‍થાનિકોએ હાઇવે પર ભારે વાહનો માટે કડક નિયમો અને સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવાની માંગ કરી છે.

હાલ દસાડા પોલીસે ટ્રક ચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે.

(4:00 PM IST)