હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
જેતપુરમાં ભીડભંજન રોડ પર ગમખ્વાર અકસ્માત : ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
અકસ્માતને પગલે પરિવારમાં ભારે શોક: પરિવારે ૧૦૮ અને ૧૧૨ વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો

રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત ભીડભંજન રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેતપુરથી ચારણ સમઢિયાળા તરફ જઈ રહેલા ૩૭ વર્ષીય વિપુલ પરમાર નામના યુવકને પૂરઝડપે આવી રહેલા ડમ્પરે ટક્કર મારી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે, જ્યારે પરિવારે ૧૦૮ અને ૧૧૨ વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
