હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તળાજા નજીક દીકરીની નજર સામેજ પિતાનું માર્ગ અકસ્માતમા મોત
ખંઢેરા ગામે દુકાન ધરાવતા વેપારી નર્સિંગ કરતી દીકરીને લઈ જતા ત્યારે ડમ્પર ચાલક કાળ બન્યો

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તા.૧૯,તળાજા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના રોડ હોય કે નેશનલ હાઇવે.બાઇક સવારો મોટા વાહન સાથે અકસ્માત થતા લગભગ દરોજ એકાદ વ્યક્તિ અકાળે મોતને શરણે થાયછે.તેની સાથે પરિવારનો માળો પિંખાય જાયછે. ખંઢેરા ગામે પાન-માવાની દુકાન ચલાવતા આધેડ આજે તળાજા નર્સિંગ કરી રહેલ દીકરી ને બાઇકપર ઘરે લઈ જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા દીકરી ની નજર સામેજ પિતા એ અંતિમ શ્વાસગણી લીધાહતા.
ખંઢેરા ગામના રહીશ ભરતભાઈ ભુપતભાઇ સોલંકી ઉ.વ.૫૦ રાત્રીના ૮ વાગ્યા ના અરસામાં તળાજા મા નસિગ કરી રહેલ દીકરીને બાઈકપર બેસાડી ઘરે જઈ રહ્યાહતા.દકાના નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા જીવલેણ ઇજાથઈ હતી.૧૦૮ દ્વારા તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજપરના તબીબે મળત્યુ પામેલ જાહેર કરેલહતા.દીકરી નું હૈયાફાટ રુદન અહીં પાષણ હદયના માનવીને પણ પીગળાવી દે તેવું હતું
બનાવના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ ચાવડા ના નજીકના સંબંધી હોય તેના સહિત બગુભાઈ, મુકેશભાઈ બારૈયા,નારણભાઈ બાંભનીયા સહિતના સેવાર્થે દોડી આવ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
