<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

તળાજાના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વ્‍હાલું કર્યું

પિતાએ સંતાનને ભેંસનું પૂંછડુ પકડાવી પાણીની બહાર કાઢ્‍યો, પોતે તળાવમાં ગરકાવ થઈ ગયા

ભાવનગરઃ તળાજા તાલુકાના વેજોદરી ગામે ભેંશોને ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવી ને પોતે  મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો

પશુપાલનનો વ્‍યવસાય કરતા ભવાનભાઈ( ઉર્ફે-ફુલાભાઈ) બાલાભાઈ ઢાપા ઉ.વ.૫૨  દીકરા તુલસી(ઉ.વ.૧૫) સાથે ભેશો ચરાવવા ગયા હતા. ભેશ ગામના તળાવમા ચાલીગઈ હતી.આથી તુલસી ભેંશને બહાર કાઢવા જતા પાણી અને કાદવમા ફસાતા પિતા ભવાનભાઈ બહાર કાઢવા જતા પોતેપણ ફસાઈ ગયા હતા.આથી દીકરાનો જીવ બચાવવા તેઓએ પાણી માંથી બહાર નીકળતી ભેંશનું પૂછડું પકડવી દેતા પુત્ર બહાર નીકળી શક્‍યો. ભવાનભાઈ પોતે ગરકાવ થઈગયા હતા. પુત્રએ ગામના લોકોને જાણ કરતા પોલીસ તથા તળાજા ફાયરની રેસ્‍ક્‍યુ ટીમ એ પાણીમાં ગરકાવ આધેડને શોધી શક્‍યા પરંતુ જીવ બચાવવા માં સફળ થયા નહતા. આ બનાવ થી ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

ઈલેક્‍ટ્રીક શોક લાગતા મોત

તળાજા પંથકના ખદરપર ગામના ધરમબા રાજદીપસિહ ગોહિલ ઉ.વ.આ.૨૨ પાણીની મોટર શરૂ કરવા જતાં વિજશોક લાગતા તેઓએ મોતની ચાદર ઓઢીલીધી હતી.પી.એમ માટે તળાજા રેફરલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા.તેઓના કુમળી વયના સંતાનો એ માતા ની છત્રછાયા ગુમાવી હતી

(10:40 AM IST)