<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

સાવરકુંડલાના હાડીડા ગામમાં પિતાએ પોતાની પુત્રીની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

આર્થિક સંકડામણમાં પિતાએ પુત્રીના મોઢા આડો હાથ રાખી શ્વાસ રુંધી હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રીજમાં મૂક્યો અને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમરેલીના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં ચકચારી ઘટના સામે આવી છે. રહેણાક મકાનમાં પિતાએ પોતાની પુત્રીની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આર્થિક સંકડામણમાં આવી પિતાએ પુત્રીના મોઢા આડો હાથ રાખી શ્વાસ રુંધી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રીજમાં મૂક્યો હતો અને ત્યારબાદ પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે બાળકીની માતાએ પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાના કારણો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(7:30 PM IST)