તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
પુત્રને લગ્ન બાદ પણ કામ-ધંધો ન કરતા પિતાએ આપ્યો ઠપકોઃ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાનું જ કાસળ કાઢી નાખ્યું!
પાટણ જિલ્લાના ગોખાંતર ગામની ઘટનાઃ નિર્મમ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર

પાટણ જીલ્લાના ગોખાંતર ગામે પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, જમાલશા ફકીર નામના વ્યક્તિની તેમના જ પુત્ર અલ્તાફે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ પુત્રનું કામ-ધંધો ન કરવું તે હતું.
થોડા સમય અગાઉ જ અલ્તાફના લગ્ન થયા હતા. લગ્ન પછી પણ અલ્તાફ કોઈપણ પ્રકારનો કામ-ધંધો કરતો ન હતો અને નકામો ફરતો હતો. આ બાબતને લઈને પિતા જમાલશા ફકીરે તેને ઘણીવાર ઠપકો આપ્યો હતો અને કામ-ધંધે લાગવા માટે સમજાવ્યો હતો. આ સામાન્ય લાગતી વાત પિતા-પુત્ર વચ્ચેના ઝઘડાનું કારણ બની. આ બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને તેણે પોતાના જ પિતાની હત્યા કરી નાખી હતી.
ઘટના બાદ આરોપી પુત્ર અલ્તાફ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. પિતાની હત્યાના સમાચાર ફેલાતા જ ગોખાંતર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ પાટણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને ફરાર પુત્ર અલ્તાફને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. એક પિતાએ જે પુત્રને ઉછેર્યો, તે જ પુત્રએ પિતાનો જીવ લેતા સમાજમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
