News of Thursday, 26th November 2026
કડુ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત પિતા-પુત્ર ઈજાગ્રસ્ત

વઢવાણ, તા.૨૬: લખતરના કડુ નજીકથી પિતા-પુત્ર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવતી કારની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક રોડ પર ફંગોળાઈ ગઈ હતી અને પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા. બંનેને માથા, હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી નાસી ગયો છે.
આ અકસ્માતમાં ૪૦ વર્ષના લખમણભાઈ રામલાલ વાંટિયા અને તેમના પુત્ર ૧૮ વર્ષના સુનિલભાઈ લાખમણભાઈ વાંટિયાને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પિતા-પુત્ર વિરમગામ તાલુકાના કંમીજલા ગામના હોવાનું બહાર આવ્યું હતું. તેઓ કંમીજલા ગામથી લખતર તરફ જઈ રહ્યા હતા.
આ અકસ્માત અંગે લખતર પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક કોણ હતો અને કાર કઈ દિશામાંથી આવી રહી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
