<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ભાવનગરના બુધેલ ગામમાં પૈસાની લેતી દેતીના વિવાદમાં પિતા-પુત્રએ પોતાના સગા ભાઈ પર કર્યો જીવલેણ હુમલો

ઈજાગ્રસ્ત વલ્લભભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં પૈસાની લેતીદેતીના મામલે પરિવાર વચ્ચેનો વિવાદ હિંસક બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ પિતા અને પુત્રએ ભેગા મળી પોતાના જ સગા ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

 

વલ્લભભાઈ પરમાર પર તેમના સગા ભાઈ અને ભત્રીજાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પૈસાની લેતીદેતી બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ આરોપીઓએ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વલ્લભભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 

આ સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલા પાછળના ચોક્કસ કારણો તેમજ પરિવારના વિવાદ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે બુધેલ ગામમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

(7:52 PM IST)