<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ટંકારા-જામનગરને જોડતો પુલ બંધ થવાની ભીતિ : જુઓ વિડિયો

લતીપર હાઇવે પર બંગાવડી નજીક પુલ નીચે પાણી ભયજનક સપાટીએ પાણીનો પ્રવાહ વધશે તો વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧ : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ટંકારા અને જામનગરને જોડતા લતીપર હાઇવે પર ખાખરા ગામ નજીક આવેલા પુલ નીચે વહેતા પાણીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.

હાલમાં પુલ નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહેશે અને પાણીના પ્રવાહમાં વધુ વધારો નોંધાશે તો 

ટંકારા-જામનગરને જોડતો પુલ બંધ થવાની ભીતિ છે.

(4:42 PM IST)