તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જામનગરમાં લોકશાહીનો ઉત્સવ: શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ ગીતામંદિર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા નેતાઓ પણ મેદાને, બીનાબેન કોઠારીએ નાગરિકોને મતદાન માટે કરી અપીલ; બૂથ પર અનેરો માહોલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત જામનગરમાં રવિવારે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે. શહેરના ગીતામંદિર સ્થિત મતદાન મથક ખાતે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ પરિવાર સાથે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કર્યા બાદ બીનાબેન કોઠારીએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે. તેમણે સવારના સમયે મતદાન કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મતદાન મથક પર ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બીનાબેન કોઠારીએ પરિવાર સાથે લાઈનમાં ઊભા રહીને સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું, જેની તસવીરો પણ સામે આવી છે.
તસવીર: કિંજલ કારસરીયા, જામનગર
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
