તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
માણાવદરમાં ચીકનની દુકાનના ૩ શખ્સો વચ્ચે મારામારી
સામસામી ફરિયાદ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(વિનુ જોશી દ્વાર) જુનાગઢ તા. ૨૪: માણાવદરના ભૂમિ નગરમાં રહેતા સરફરાજભાઈ ઈસુબભાઈ ચાંદાણીના ભાઈ મુસ્તુફા અને સોહીલ જાવીદભાઈ બાબીની ચિકનની દુકાન બાજુ બાજુમાં માણાવદરમાં મીતડી દરવાજા પાસે આવેલ છે.
ગઈકાલે ધંધાકીય ખારના કારણે સોહીલ જાવીદભાઈ બાબી અને તેનો ભાઈ રહીસ ધસી આવ્યા અને બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને બંને ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે સોયબભાઇ જાહીદભાઇ બાબીને બે મહિના પહેલા સરફરાજભાઈ ઈસુબભાઈ ચાંદાણી સાથે બોલાચાલી થઈ હતી જેનું મનદુઃખ રાખી દુકાનમાં પડેલ છરા વડે સરફરાજએ સોયબ હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી.
બનાવવા અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
