તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સુરેન્દ્રનગરના વેલનાથપરા વિસ્તારમાં દારૂ બંધ કરાવવા મુદ્દે મારામારી
૪ જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યોઃ સામસામે હુમલાના પગલે ૨ યુવકોને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯: સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દારૂ બંધ કરાવવા મુદ્દે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે છતાં પણ દેશી દારૂનું વેચાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પાછળ આવેલા વેલનાથ પરા વિસ્તાર દેશી દારૂનું વેચાણ થતા હોવા મુદ્દે આ વિસ્તારના લોકો અને બુટલેગર સામસામે આવી ગયા હતા અને આ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મકવાણા દારૂ બંધ કરવા અને દારૂ વેચાણ બંધ કરવાની રજૂઆત લઇ અને જીગ્નેશ નામના યુવક પાસે ગયા હતા. કારણ કે આ વિસ્તારમાં રહેતા લોકો દારૂના દૂષણ અને દારૂના વેચાણ મુદ્દે કંટાળી ગયા હતા અને આ અંગે અશોકભાઈ મકવાણા દારૂ બંધ કરવાની રજૂઆત જીગ્નેશભાઈ પાસે લઈને ગયા તે દરમિયાન ચાર જેટલા લોકો દ્વારા અશોકભાઈ મકવાણા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો સામે અશોકભાઈ એ પણ ધોકા તેમજ અન્ય હથિયારોથી હુમલો કર્યો જેને લઈને બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે અશોકભાઈને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જીગ્નેશભાઈ કે જે અન્ય ઇજાગ્રસ્ત છે તેમને પણ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે દારૂ બંધ કરાવવા મુદ્દે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે દારૂ વેચતા હોવાના કારણે શેરી મોહલ્લામાં દારૂડિયાનું દુષણ વધી રહ્યું છે અને બહેન દીકરીઓની સલામતી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે દારૂના નશામાં આવતા લોકો દ્વારા અભદ્ર ભાષામાં વર્તનો કરવામાં આવે છે અને અપશબ્દો બોલવામાં આવે છે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથડે છે ત્યારે હવે આ અંગે દારૂબંધી મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પોલીસ સમક્ષ આ વિસ્તારના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
