<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

જૂનાગઢના કેશોદમાં ફટાકડા ફોડવા મુદ્દે મારામારી :કોર્ટબિલ્ડિંગ પાછળ ત્રણ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો

યુવક પર હાથમાં પહેરેલા કડાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ : હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

જૂનાગઢના કેશોદમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે. કેશોદના ધાર વિસ્તારમાં કોર્ટ બિલ્ડિંગ પાછળ ત્રણ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. યુવક પર હાથમાં પહેરેલા કડાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(2:43 PM IST)