News of Tuesday, 3rd November 2026
ગોંડલ પંથકમાં ત્રણ સ્થળે મારામારી
ગોંડલમાં શેરીમાં ઉભા રહેવા અને વાહન અથડાવા તેમજ પાટીદડ ગામે ગાયો પાસેથી બળદ લેવા જવાની બાબતે ત્રણ હુમલો

રાજકોટ તા. ૩ :.. ગોંડલ પંથકમાં મારામારીના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં ગોંડલ શહેરનાં જામવાડી પાસે યુવાન અને તેની બહેનને મારકુટ કરાઇ હતી. જયારે મોટી બજારમાં જેતપુર રોડ પર યુવાનને વાહન અથડાવા જેવી બાબતે મારકુટ કરાઇ હતી. આ ઉપરાંત તાલુકાના પાટીદડ ગામે યુવાનને સામાન્ય બાબતે મારકુટ કરી ધમકી અપાતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં ગોંડલના જામવાડી નજીક ખાડીયા વિસ્તારમાં રહેતો સુનિલ નટુભાઇ ભાવડીયા (ઉ.રર) ગઇકાલે શેરીમાં મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તે જ વિસ્તારમાં રહેતા શની સંજયભાઇ ચૌહાણ અને કિરીટ કાનજીભાઇ ચૌહાણ ત્યાં ઘસી આવી તેને ‘તારે અહીં રહેવાનું નથી છતાં અહીં કેમમ રહેવા આવેલ છો' કહી ગાળો દઇ ધોકા વડે હુલો કરી ઇજા કરી પથ્થરમારો કર્યો હતો. જયારે તેના બહેનને પણ ઢીકાપાટુનો મારમારી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
બીજા બનાવમાં ગોંડલમાં આશાપુરા ચોકડી સામે સિધ્ધાર્થનગર આંગણવાડી પાસે રહેતાં ભાવેશભાઇ મહેન્દ્રભાઇ ચાવડા (ઉ.૩પ) ગઇકાલે તેનું એકટીવા લઇ મોટી બજારમાં દિવાળીના તહેવારને લઇ ખરીદી કરવા ગયો હતો. ત્યારે એકટીવા પાછળ રિક્ષા અથડાવી દેવાની બાબતે ચાલકને જોઇને રીક્ષા ચલાવવાનું કહેતાં સાજીદશા શાહમદારે તમાચા ઝીંકી દીધા હતાં. બાદામં તે જઇ રહ્યા હતા ત્યારે જેતપુર રોડ પર સાહીલશા શાહદાર, તાહીર મકરાણી અને આદિલ સિપાઇએ તેને ઉભા રખાવી ગાળો દઇ પતરાના ખાલી ડબ્બાથી મારકુટ કરી ઇજા કરતાં ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
ત્રીજા બનાવમાં ગોંડલના પાટીદડ ગામે પ્રગટેશ્વર મંદિર પાસે રહેતાં ઝીણાભાઇ ઘોઘાભાઇ ગમારા (ઉ.૩૮) ગામમાં હતા ત્યારે તેનો બળદ ઉકા ધ્રાંગીયા અને નારણ ધ્રાંગીયાની બાંધેલી ગાયો પાસે જતા રહેતા તે બળદ લેવા જતા બને આરોપીઓએ ગાળો દઇ પથ્થર મારો કરી, ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
