News of Saturday, 26th September 2026
ઉના પાસે અકસ્માતમાં ફાયનાન્સ કંપનીના કર્મચારીનું મોતઃ બાઇકમાં ઓફિસે જતા હતા

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ર૬: બાઇક લઇને ઓફિસે જઇ રહેલા ફાયનાન્સ કંપનીના કર્મચારી હિંમતભાઇ કાળુભાઇ વાળા રે. ઉમેજવાળાનું ડમ્પરની હડફેટે મૃત્યુ થયું હતું.
ઉમેજ ગામે રહેતા અને ગીર ગઢડા તાલુકા ના ધોકાડવા ગામે ફાઇનસ કંપનીમા નોકરી કરતા હિંમતભાઈ કાળુભાઇ વાળા રે. ઉમેજ પોતાના ઘરે થી મોટર સાયકલ ઉપર ધોકડવા ઓફિસે કામ માટે જતા હતા ત્યારે ગીર ગઢડા તાલુકા ના બેડીયા ધોકડવા રોડ ઉપર પહોચીયા હતા ત્યારે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેદરકારી થી ચલાવી મોટર સાયકલ ને ટક્કર મારતા હિંમત ભાઈ મોટર સાયકલ ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે મોત થયું હતું.
અકસ્માતના બનાવ અંગે ગીર ગઢડા પોલીસ ને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી મળતક ને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને સોપેલ હતો.(
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
