તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ભલગામડામાં ખેતરમાં લાગી આગ
લીંબડીમાં કોઈ પણ પ્રકારની ફાયર અંગેની વ્યવસ્થા નથી

વઢવાણ, તા., ૪: સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લીંબડી તાલુકાના ભલગામડા ખાતે ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી અને ખેતરમાં વળક્ષો બળી અને ખાખ બની ગયા છે ત્યારે સૌ પ્રથમ સ્થાનિક ખેડૂતો દ્વારા લીંબડી ફાયર બ્રિગેડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ લીંબડી નગરપાલિકા પાસે પૂરતા ફાયર સેફ્ટીના અને આગ બુઝવવાના સાધનો ન હોવાના કારણે સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ મંગાવવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ ની ટીમ રવાના કરી અને ભલગામડામાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી પરંતુ નજીકમાં આવેલા ઝાડ અને ખેતર અંદર નાખવામાં આવેલી વાડને નુકસાન થયું હતું ત્યારે આ સંદર્ભે તાત્કાલિક લીંબડી નગરપાલિકામાં પણ ફાયર સેફટી ના સાધનો અપગ્રેડ કરવામાં આવે અને નવા વસાવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
