<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

પોરબંદરના સોની બજારમાં આવેલી પારુલ જ્વેલર્સમાં આગ : લાખોના નુકસાનની આશંકા

અગમ્ય કારણસર લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા. ૧૫ : પોરબંદરના ગીચ વિસ્તાર એવા સોની બજારમાં આવેલ પારુલ જ્વેલર્સ નામની દુકાનમાં આજે કોઈ અગમ્ય કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

 

આગ લાગતાની સાથે જ દુકાનમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ આગમાં *લાખો રૂપિયાના દાગીના અને સામાનને નુકસાન* થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

 

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે. આસપાસની દુકાનોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

 

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:33 PM IST)