તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
મોરબી પાસે કારખાનામાં આગ ભભુકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મોરબીના પીપળી રોડ પર બેલાથી તલાવીયા શનાળા જતા રોડ પર આવેલ ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.
મોરબી ફાયર ટીમને સવારે ૯:૪૦ કલાકે કોલ મળ્યો હતો કે બેલાથી તલાવીયા શનાળા રોડ પર આવેલ ઈમ્પેરીયર કારખાનામાં આગ લાગી છે જેથી મોરબી ફાયરનું એક વોટર બ્રાઉઝર અને ૦૧ મીની ફાયર ટીમ દોડી ગઈ હતી એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તો આગને કારણે કારખાનામાં કેટલું નુકશાન થયું તે હાલ સ્પષ્ટ નથી થયુ.
વીસીપરામાં ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
મોરબી-૨ ના વીસીપરામાં ગુજરાત સોસાયટી સામે રહેતા રાહુલભાઈ કાંતિભાઈ અંબાલીયા (ઉ.વ. ૨૬) એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૧૬ એપ્રિલના રોજ રાત્રિના તેમણે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૦૩-ઇજે-૩૫૫૯ ઘર પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના આ બાઈકની ચોરી કરી નાસી છૂટયો હતો. આ મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
