તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
વાંકાનેરમાં અંધ-અપંગ ગોૈશાળાનાં ગોડાઉનમાં આગઃ ૧૫ ગાડી સુકુ ઘાસ ખાખ
ફાયરબ્રિગેડની ટીમોએ વધુ નુકસાન થતુ અટકાવ્યુઃ ગોૈભક્તોમાં ચિંતા પ્રસરી

વાંકાનેર : તાઃ૨૦ સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે ૧૨૫૦ થી વધુ અસક્ત-અંધ-અપંગ ગોૈમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી શ્રી અંધ-અપંગ ગોૈ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલ વાડી) ખાતે કે જ્યા ગોૈમાતા ઓનું પણ આશ્રમ સ્થાન આવેલું છે ત્યાં આજે બપોરના અરસામાં ત્યાં ગોૈમાતાના આશ્રય સ્થાનની બાજુમાં જ આવેલ વિશાળ ગોડાઉનમાં ગોૈમાતાઓ માટે રાખેલ સુકા ઘાસ ચારાના જંગી જથ્થામાં કોઇ કારણોસર આગ લાગેલ હોઇ જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા -તફરી મચી જવા પામી હતી.
ત્યાં સ્થાઇ થયેલ કર્મચારી અને મજુરોએ તાતકાલીક ઘટનાની જાણ કરતા મોટી જાન હાની ટળી હતી અને તમામ ગોૈમાતાસુરક્ષીત રહી હતી.
આ અંગે ઘટનાની જાણ થતા જ ટ્રસ્ટી મહેશભાઇ રાજવીર, પાલીકા પુર્વ ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, અમીતભાઇ સેજપાલ, રાજુભાઇરાજભાઇ સોમાણી, જતીનભાઇ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગોૈભક્તો તાતકાલીક ગોપાલવાડી ખાતે ઘટના સ્થળે પહોંચીફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો.
જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મુન્નાભાઇ બુધ્ધદેવ સહીતના અન્યો ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી વધુ ગાડી સુકા ઘાસ ચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગોૈમાતાઓને અપાતો હોય છે.
જેની અંદાજીત કીમંત ૧૭ થી ૨૦ લાખ જેટલી થતી હોય છુે. જ્યારે હાલ પવિત્ર પુરસોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઇ પણ જાનહાની કે અસંખ્ય ગોૈમાતાઓના આબાદ લચાવથી ગોૈસેવકો તથા ગોૈભક્તો એ રાહતનો દમ લીધેલ હતો.
અંતમાં અંધ-અપંગ ગોૈઆશ્રમ ટ્રસ્ટના ટ્રષ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગોૈમાતાને અપાતો સુકા ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચિંતા વ્યક્ત કરી હતી.
આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી એ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરીસ્થીતીનો તાગ મેળવ્યો હતો.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
