News of Wednesday, 6th May 2026
ઢુંવા નજીક હાઈવે પર ટ્રકમાં આગ ભભૂકીઃ ટ્રાફિક જામઃ ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬: ઢુંવા ગામ જનીક ટ્રકમાં આગ લાગતાની સાથે જ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ ધીમે ધીમે આખા ટ્રકમાં પ્રસરી ગઈ હતી. ખાસ કરીને પાછળના ટાયર સળગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ટ્રક આખો સળગી જવાથી ટાયર ફાટવાના ભયાનક ધડાકા પણ સંભળાયા હતા.
આ બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે રસ્તો એક તરફ ડાયવર્ટ કર્યો હતો જેથી વાહનવ્યવહાર ચાલુ રાખી શકાય. મોરબી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
