તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
જામનગરમાં પંચવટીના જાસોલીયા એપાર્ટમેન્ટના ફ્લેટમાં વહેલી સવારે આગઃ ૫૫ વર્ષના પ્રૌઢનું મોત
પ્લાસ્ટિકનો સામાન, કપડાં બળીને ખાખઃ ફાયર બ્રિગેડે બે ટેન્કરથી આગ કાબૂમાં લીધી, અન્ય ફ્લેટ બચી જતાં રહીશોમાં હાશકારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે એક ફ્લેટમાં આજે વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગમાં ફ્લેટમાં એકલવાયું જીવન જીવતા ૫૫ વર્ષના ગોવર્ધનભાઈ ભડથું થઈ જતાં મળત હાલતમાં મળી આવ્યા હતા.
જામનગર ફાયર કંટ્રોલ રૂમને સવારે ૫:૪૦ વાગ્યે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડી અંદર પ્રવેશ કરાયો હતો. ફ્લેટની અંદર મોટી માત્રામાં કપડાં તથા અન્ય જ્વલનશીલ સામાન સળગી રહ્યો હતો. ફાયર સ્ટાફે બે ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગને તાત્કાલિક કાબૂમાં લીધી હતી.
સમયસર કામગીરીને કારણે આગ આજુબાજુના અન્ય ફ્લેટમાં પ્રસરતી અટકી હતી, જેના કારણે અન્ય રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ફ્લેટમાં રહેલી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, કપડાં વગેરે બળીને ખાખ થઈ ગયા હતા.(૨૩.૯)આગ ઓલવ્યા બાદ ફ્લેટની અંદર તપાસ કરતાં ગોવર્ધનભાઈ (ઉં.વ.આશરે ૫૫) નામના વ્યક્તિનો દાઝેલી હાલતમાં મળતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ તેઓ આગ લાગ્યા બાદ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ બહાર નીકળી શકયા ન હતા. ફાયર બ્રિગેડે મળતદેહનો કબજો સંભાળી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી સિટી બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. મળતક બીડી પીવાની ટેવવાળા હતા, તેથી બીડીનો તણખો પડવાને કારણે કદાચ આગ લાગી હોય, અથવા તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પંચવટી સોસાયટી, ખેતલા આપા પાસે આવેલા જૂના જાસોલીયા એપાર્ટમેન્ટ (જી+૨ માળનું મકાન)માં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.(૨
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
