તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
મોરબીમાં અવની ચોકડી નજીક એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી

મોરબી, તા.૨: મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ જલસા નામના એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ૪ માળના આ એપાર્ટમેન્ટના ૪થા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ૪થા માળે આવેલા ફ્લેટના કિચનના ભાગમાં રહેલી ચીમનીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટના પગલે તાત્કાલિક ધોરણે મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચતા આગ કાબુમાં આવી ગઈ હતી. બાદમાં તુરંત ગેસની લાઈન અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
