તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મોરબીમાં ગેસ લિકેજથી ઓરડીમાં આગ લાગીઃ યુપીનો રોબીન દાઝ્યો
સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૩૦: મોરબીમાં રેલ્વે ફાટક પાસે રહેતો અને મિલેનીયમ ટાઇલ્સ નામની ફેક્ટરીમાં કામ કરતો મુળ યુપીનો રોબીન શાહમસિંગ જાટ (ઉ.વ.૧૮) તા. ૨૪ના સવારે અગીયારેક વાગ્યે પોતાની રૂમમાં હતો ત્યારે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રોબીન એક બહેનથી મોટો અને અપરિણીત છે. તેના કહેવા મુજબ રાતે જાગીને સવારે રૂમમાં ચા બનાવવા ગેસના ચુલા પર દિવાસળી મુકવા જતાં જ ભડકો થયો હતો. રાતભર ગેસ લિક થઇને રૂમમાં ભરાઇ ગયો હોઇ તેના કારણે આ આગ લાગી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
